Social Profile

ઉતમ માનવીના સર્જકો બનો

Shankersinh Vaghela

આપે મને અહી આવવાનું આમંત્રણ આપ્યું તે બદલ આપનો આભાર કેવી રીતે માનું? જો કે, ખાનગી માં રાજકારણીઓની લોકો મજાક, મશ્કરી કરતા હોય છે, છતાં જાતજાતની સભાઓ અને સમારંભોમાં તેમને ખેંચી લાવવાનો મોહ પણ છુટતો નથી.

અગાઉ આપણે વ્યુહરચના માત્ર યુદ્ધ ના સંદર્ભ માં જ સાંભળતા હતા. આજે વ્યૂહરચના લગભગ દરેક ક્ષેત્રમાં વપરાવા લાગી છે. મેનેજમેન્ટ સ્ટ્રેટેજી , માર્કેટિંગ  સ્ટ્રેટેજી, કે ગોલ જેવા શબ્દો વપરાવા લાગ્યા છે. આજના આ કેચવર્ડ બની ગયા છે પોલીટિકલ સ્ટ્રેટેજી એ પણ આજનો પ્રચલિત કેચવર્ડ બની ગયા છે

મારો એવો ખ્યાલ છે કે આજના મેનેજમેન્ટનો ગોલ કોમર્શિયલ રહ્યો છે. આધુનિક મેનેજરો જયારે મેનેજમેન્ટસ ની વાત કરે છે ત્યારે તેના મનની અંદર મેનેજિંગ એફિશિયન્સીનો વિચાર મૂળભૂત રીતે ઘર કરી ગયેલો હોય છે. મેન, મટીરીયલ, રિસોર્સીસ, પ્રોડકશન, માર્કેટિંગ, ટાઈમ મેનેજમેન્ટ વગેરે નું એમાં ખાસ મહત્વ છે.

આવા મેનેજમેન્ટનો હેતુ પ્રોડકશન ક્વોલિટિ વધારવાનો પ્રયત્ન કરે છે. તેમાં કોમ્પિટિશન ને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. પરિણામે   બેલેન્સશીટમાં મેક્સિમમ પ્રોફિટ,મેક્સિમમ અર્નિગ્ઝ પર શેર, મિનિમમ ડેટ ઈકવીટી રેશિયો, મેક્સિમમ ટર્નઓવર પર પર્સન વગેરે દેખાય છે.

હું એમ નથી કેહતો કે આપણે નફો કમાવો ન જોઈએ. મારું કેહવાનું તાત્પર્ય એ છે કે આપણે મેનેજમેન્ટ શબ્દનો અર્થ બહુ મર્યાદિત રીતે કર્યો છે. મેનેજમેન્ટની અનેક  થિયરીઝ મોજુદ છે. કેટલાક ઓબ્જેકિટ્વ મેનેજમેન્ટની વાતો કરવા લાગે છે તો બીજા કેટલાક પ્રોડકટ પોઝિશનિંગની વાત કરે છે. કેટલાક ધોળિયાઓ કન્સલ્ટન્ટસ હવે થિયરી ઓફ મેનેજિંગ હ્યુમન બીઇગ્ઝની વાતો પણ લઇ આવ્યા છે. આ બધી થિયરીઓ અને કોન્સેપ્સ, પશ્ચિમના પ્રગતિશીલ ઔંધોગિક દેશો માંથી આયાત થયેલ છે. તેમની દ્રષ્ટિ એ મેનેજમેન્ટ માત્ર કોમર્શિયલ પ્લાન્સ માં જ વિચારી શકાય તેવો મુદ્દો છે.

મુખ્ય પ્રધાન તરીકે હું વહીવટી તંત્ર ઉપર વધુ મદાર રાખું છુ. એટલે મને મેનેજમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ વધુ રસ છે. તમે જાણો છો કે આ બધા એડમિનિસ્ટ્રેટર્સ છે મને ઘણીવાર એવો પણ તુક્કો સુઝે છે કે આપણે આઈ.એ.એસ. ના બદલે આઈ.એમ.એસ શબ્દપ્રયોગ સ્વીકારેએ તો કેવું?

એડમિનિસ્ટ્રેટર્સ  સરકારનો એક અલગ મેનેજમેન્ટ  આસ્પેફટ છે. બીજા ઘણા આસ્પેફટ(ખયાલો) પણ છે. જેવા કે મટિરિયલ મેનેજમેન્ટ, ફિનાન્સ મેનેજમેન્ટ ,માર્કેટિંગ મેનેજમેન્ટ વગેરે.આ બધા મેનેજર્સ છે અને માત્ર એડમિનિસ્ટ્રેટર્સ નથી.

તમે તમાંરી જાત ને એક નાગરિક તરીકે વિચાર કરો. તમે તમારા બાળકોનો પણ વિચાર કરો કેમ કે તે બધા આપણાં ભાવિ નાગરિકો છે. તમારે તેમને સારામાં સારા નાગરિકો બનાવવા છે.તમે તમારા બાળકો બાદ તમારા પડોશીઓ , તમારું ગામ, તમારું શેહર વગેરેનો પણ વિચાર કરો. પછી તમારું રાજ્ય આવે છે. જો આપણે આપણો મેનેજમેન્ટનો સમગ્ર વિચાર જ બદલી નાંખીએ અને તેને વિશાળ પાયા ઉપર વિચારીએ તો આપણને ફરજિયાત કુદરતે આપેલા પ્રાકૃતિક સાધનોનો વિચાર આવ્યા વગર રેહશે નહિ. આપણે આપણી નદીઓ, નાળાઓ, તળાવો વગેરેનો પણ વિચાર કરવો પડશે. આપણે આપણી ધરતી માતા નો વિચાર પણ કરવો પડશે. આપણે આપણાં પર્યાવરણનો પણ વિચાર કરવો પડશે. આપણાં કરોડો અભણ ભાઈ-ભાંડુઓનો પણ વિચાર કરવો પડશે.આપણી વસ્તીનો ૫૦ટકા હિસ્સો ધરાવતી આપણી માતાઓ અને બેહનોનો પણ વિચાર કરવાનો છે. આપણે આપણા જંગલો, ખેતીવાડી અને મત્સ્યઉદ્યોગની પણ ચિંતા કરવાની છે.

અહી તમે એક અદભુત મેનેજમેન્ટ કોમ્પ્લેક્સ ખડું કરી દીધું છે. કોમ્પ્લેક્સ શબ્દનું તાત્પર્ય સમજવા જેવું છે. મેહરબાની કરીને તમારી અદભુત મેનેજમેન્ટની સંસ્થાને કોમ્પ્લેક્સ નામ આપશો નહિ.આપણી આસપાસ ઘણી બધી ચીજો કોમ્પ્લીકેટેડ(ગુચડાભરી) બની ચુકી છે. એટલે તમારી આ અદભુત સંસ્થા ને હું કોમ્પ્લેક્સ બનાનવા રાજી નથી. આ શબ્દ મને ખૂચે છે. આ શબ્દ હાઉસિંગ કોમ્પ્લેક્ષ અને શોપિંગ કોમ્પ્લેક્ષ સાથે જાણે કે તાલ મિલાવે છે હવે તમે પણ કોમ્પ્લેક્સ બની ગયા -થોડા સમય પેહલા મેં હાઈકોર્ટ કોમ્પ્લેક્સ શબ્દ પ્રયોગ પણ સાંભળ્યો. આપણે બધું કોમ્પ્લેક્સ જ કરવા બેઠા છીએ.

હવે આપણે થોડું સરળ કરવાની જરૂર છે.તમે મેનેજમેન્ટના ખ્યાલને થોડો વિસ્તૃત બનાવી શકો.તમે બિઝનેસ હાઉસીસ અને ઇન્ડસ્ટ્રીઝને સેવાઓ આપો છો. પણ તમે હજારો મહિલા સંસ્થાઓને મેનેજમેન્ટ સેવા આપી શકો ખરા?

બીજી અનેક સંસ્થાઓ છે જેને તમે મેનેજમેન્ટ કરવાની કળા શીખવી શકો. હવે કેબલ ટી.વી ઓપરેટર્સ પણ છે. હવે આદિવાસીઓના ટ્રાઈબલ સંગઠનો પણ છે. મરછીમારો પોતાનો વ્યવસાયમાંથી વધુ લાભ મેળવી શકતા નથી. સરકારી કોર્પોરેશ્ન્સ ના અનેક બ્યુરોક્રેટ્રસ છે જેને તમે તમારી કાબીલેયત શીખવી શકો. એસટી સર્વિસ ચલાવતા લોકોને તમે મેનેજમેન્ટ સ્કીલ શીખવાની જરૂર

શિક્ષણનો મૂળભૂત હેતુ  ડીગ્રી નહિ પરંતુ એક સક્ષમ માનવી ઉત્ત્પન કરવાનું હોવું જોઈએ .જો તેમને આપણે નિરક્ષર અને અજ્ઞાત રેહવા દઈશું તો તેમની ઉત્પાદન ક્ષમતા ઓછી જ થતી જવાની છે.અને આવા માનવીઓ દ્વારા આપણે પ્રગતી સાધી શકવાના ખરા?

Twitter

Facebook