શંકરસિંહ વાઘેલા

શ્રી શંકરસિંહ વાઘેલા, જેઓ ગુજરાતમાં ‘બાપુ’ તરીકે લોકપ્રિય છે અને ગુજરાતના સૌથી અનુભવી રાજકારણી છે. તેમના 60 વર્ષથી વધુના જાહેર જીવનમાં, તેઓ જન સંઘ, જનતા પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ જેવી મહા-સંસ્થાઓના મજબૂત આધાર સ્તંભોમાંના એક રહ્યા છે. તેમની 1996-97 ની સરકાર, જેમાં તેમણે ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધા, ભ્રષ્ટાચારને નાબૂદ કર્યો, પારદર્શિતા રજૂ કરી, નોકરીઓ આપી અને ખરી રીતે ગુજરાતની પ્રજાની સેવા કરી, તેને આજે પણ લોકો ‘ટનાટન સરકાર’ તરીકે યાદ કરે છે. બાપુએ તત્કાલિન વડાપ્રધાનશ્રી મનમોહન સિંહજી ની યુપીએ -૧ સરકારમાં ટેકસટાઇલના કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે પણ કાર્ય કર્યું હતું. તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ, તેમના મંત્રાલયે ખેડુતો અને ઉદ્યોગો બંનેને સમકક્ષ મદદ કરી હતી જેની નોંધ આજે પણ લેવાઈ છે અને નાગરિકોને માહિતી નો અધિકાર જેવી પારદર્શી વ્યવસ્થા કે જે સૌપ્રથમ ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની સરકાર સમયે લાગુ કરવામાં આવી હતી તેને રાષ્ટ્રીય સ્તરે RTI સ્વરૂપે લાવવાની દરખાસ્ત પણ શંકરસિંહ વાઘેલા એ કેન્દ્રિય મંત્રી રહેતા કરી હતી. તેમનું શાસન એટલું યાદગાર હતું કે આજે પણ લોકોને એ યાદ છે કે તેમણે સમાજના દરેક વર્ગને કેટલી મદદ કરી હતી. વિધવા બહેનો ને આર્થિક સહાય, મહિલાઓને નોકરીઓમાં 33% અનામત હોય કે યુવાનોને એક વર્ષની અંદરમાં એક લાખ જેટલી સરકારી નોકરીઓ, આર્થિક ભાર વિનાનું ભણતર અને ફરજિયાત શિક્ષણ થકી સાક્ષરતા વધારવાનું ભગીરથ કામ બાપુ એ કર્યું હતું. શહેરો ની સાથે સાથે ગામડાના પણ વિકાસ માટે બાપુ ની ટનાટન સરકારે ટનાટન કામ કર્યા હતા અને લોકોના વિકાસ પાછળ પૂરતું ધ્યાન આપ્યું હતું.

ગેલેરી

મીડિયા કવરેજ

સંપર્ક

વસંત વગડો

ગાંધીનગર

ગુજરાત

382041