Blog

Key Highlights of tenure as Chief Minister of Gujarat State

Vaghela bapu

1. ગુજરાતની પ્રથમ સરકાર કે જેણે અસરકારક શાસન અને પારદર્શક વહીવટની અનુભૂતિ કરાવીને પ્રજાને હિસાબ આપ્યો.

2. ગુજરાતના ‘રાજનેતા’ નહીં પણ ખરા અર્થમાં લોકોની સેવા કરીને બનેલા ‘લોકનેતા’.

3. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું કે જેણે દરેક નાગરિકને માહિતી મેળવવાનો અધિકાર આપીને ખરા અર્થમાં ખુલ્લું શાસન મૂક્યું.

4. રાજ્યમાં સૌપ્રથમ વાર પ્રજાની સમસ્યાઓના ઝડપી નિકાલ માટે “ત્વરિત ફરિયાદ નિકાલ તંત્ર” જેવી સુવ્યવસ્થિત તંત્રનું નિર્માણ કર્યું.

5. બાપુની ટનાટન સરકારમાં ગુજરાતના વિકાસ માટે “બ્રેઈન સ્ટોર્મીંગ સેમિનાર” તથા “ગુજરાત અસ્મિતા સભા” ની રચના કરી અને ગુજરાતને વેગવંતુ બનાવ્યું.

6. બાપુની ટનાટનસરકારમાં ખેડૂતોને પાકની મોસમમાં 10 કલાકની જ્ગ્યાયે 14 કલાક વીજળી પુરવઠો પૂરો પડ્યો. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું કે જેણે ખેડૂતોને સૌપ્રથમ વાર 14 કલાક વીજળી પહોંચાડી .

7. ખેડૂતો માટે રાજ્ય સરકારે ડાર્કઝોન ગણાતા વિસ્તારોમાં વીજળીના જોડાણ કર્યા અને ખેડૂતોના પાકનું ઉત્પાદન બમણું કરાવ્યું.

8. રાજ્યમાં સૌપ્રથમ વાર પ્રાથમિક શાળા અને વારિગૃહોને વિનામૂલ્યે વીજળીની સુવિધા સુવિધા ઉપલબ્ધ કરાવી.

9. બાપુની ટનાટન સરકારમાં કુટિર જ્યોત યોજના થકી ઝુપડપટ્ટીઓમાં વીજકરણ કર્યું. અને ઘર-ઘર સુધી વીજળી પહોંચાડવાનું બીડું ઝડપ્યું.

10. ગુજરાતમાં કાયમી ધોરણે પાણી પુરવઠાના માસ્ટર પ્લાન તૈયાર કર્યા અને ઘર-ઘર સુધી પાણી પહોંચાડ્યું.

11. બાપુની સરકારમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવા સૌરાષ્ટ્રમાં નર્મદાની પાઇપલાઈન નાખવાનું કામ આગળ ધપાવ્યું.

12. બાપુની ટનાટન સરકારમાં પીવાના પાણી માટે સૌવ પ્રથમ વાર “ગુજરાત વોટર ડેવલપમેન્ટ ઓથોરિટી” ની સ્થાપના કરી. અને લોકોના ઘર સુધી પીવાનું પાણી પહોંચાડ્યું.

13. બાપુની સરકારમાં નર્મદા યોજના પાછળ વિસ્થાપિતોના પુનર્વસવાટ માટે સૌવ પ્રથમ વાર “જમીન બેન્ક” ની રચના કરીને લોકોને ન્યાય અપાવ્યો.

14. બાપુની સરકારમાં સમગ્ર દેશમાં ઔદ્યોગિક મૂડીરોકાણમાં ગુજરાત અગ્રેસર બનાવ્યું અને ગુજરાતમાં મોટા કદના ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પડ્યું.

15. ગુજરાતમાં સૌપ્રથમ વાર ઉદ્યોગો માટે આંતરમાળખાંગત સુવિધાઓ પૂરી પાડી. ગુજરાતના GDPમાં વધારો કરાવ્યો.

16. બાપુની સરકાર માં ગુજરાતમાં સૌવ પ્રથમ વાર ઈન્ડેક્ષ-બી માં સિંગલ વિન્ડો સિસ્ટમ શરું કરી. ઉદ્યોગો માટે ઝડપી સવલતો ઉપલબ્ધ કરાવી.

17. બાપુની સરકાર સૌપ્રથમ વાર ઉદ્યોગો માટે પર્યાવરણ નીતિ સ્પષ્ટ નીતિ બનાવી.

18. દેશમાં સૌપ્રથમ વાર મહિલાઓ માટે સરકારી,અર્ધસરકારી અને સરકારી સહાય મેળવતી સંસ્થાઓમ 30% અનામતની જાહેરાત.

19. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓ માટે 33% ની જોગવાઈ કરીને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પડ્યું.

20. દેશમાં સૌપ્રથમ વાર મહિલા સરપંચ હોય ત્યાં વહીવટકર્તા તલાટી પદે પણ મહિલા અને વિકાસ અધિકારી તરીકે પણ મહિલાઓને મુકવાની વિચાર વિમર્શ.

21. બાપુની સરકાર માં 50,000 થી વધુ બેરોજગારોને સુનિશ્ચિત રોજગારી તકોનું સર્જન કર્યું અને રોજગારી પૂરી પાડી.

22. બાપુની સરકારમાં બેકાર યુવાનોને વ્યવસાઈ તાલીમ, કારીગરો માટે ઔદ્યોગિક કૌશલ્ય નિર્માણનું રોજગાર ફલક વિસ્તૃત બનાવ્યું.

23. સૌપ્રથમ વાર આદિવાસી વિસ્તારમાં “વોકેશનલ ટ્રેઇનિંગ સ્કૂલો” ની રચના કરીને જીવન ધોરણનું સ્તરમાં સુધાર કર્યો.

24. કૃષિ સંશોધનમાં સૌપ્રથમ વાર ગુજરાત ઇઝરાયેલની બરોબરી કરી શકે તેવું કૃષિ સંશોધનોનું વૈજ્ઞાનિક ફલક વિકસાવ્યું.

25. ગુજરાતમાં ટેક્નોલોજીના લાભ ખેડૂત સુધી પહોંચાડ્યા અને નવી કૃષિનીતિનો વિસ્તાર વધાર્યો ખેડૂતોને આધુનિક ખેતી કરવા તરફનો માર્ગ બતાવ્યો.

26. કપાસના ભાવ નીચા જતા રોકવા માટે “બજાર ઇન્ટરવેશન” દ્વારા સહાય પૂરી પાડીને ખેડૂતોને ટેકો આપ્યો.

27. અનુસૂચિત જાતી/જન જાતિના અને નાના ખેડૂતોને સિંચાઈ સવલતોની સહાયમાં વધારો કરીને કૃષિ ઉત્પાદનમાં વધારો કર્યો.

28. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વાર “તમે તમારો ચેક ડેમ બાંધો” ની નવતર યોજના અમલમાં મૂકી અને ભૂજળના સ્તરમાં વધારો કર્યો.

29. બાપુની ટનાટન સરકાર સહકારી પ્રવૃત્તિમાં “ગુજરાત પેટર્ન” વિકસાવી. ગુજરાત સહકારી ક્ષેત્રે અગ્રેસર બનાવ્યું.

30. રાજ્યમાં “પશુ ચિકિત્સા અને પશુ વિજ્ઞાન યુનિવર્સીટી “ની સ્થાપના કરીને પશુપાલન ડેરી ઉદ્યોગમાં ગુજરાતને નંબર વન બનાવ્યું.

31. શિક્ષણ સુધારણા અમલીકરણમાં વ્યાપક સહમતી આપીને ગુજરાતનું શિક્ષણ સ્તરમાં સુધાર કર્યો.

32. દેશમાં સૌપ્રથમ વાર શાળામાં વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવ્યા અને ગુજરાતની શાળાઓમાં શિક્ષણ સ્તર સુધાર્યું.

33. ગુજરાતના પ્રવાસન સ્થળોને વિકસાવવા વિકાસ સમિતિની રચના કરીને ગુજરાતને પ્રવાશન ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી.

34. દેશમાં સૌપ્રથમ વાર પ્રવાસનને “ઉદ્યોગ” તરીકે જાહેર કરી અને ગુજરાતી સાહિત્ય કાળા અને સ્થાપત્યોને આગવી ઓળખ અપાવી.

35. રાજ્યના તમામ ભૂતપૂર્વ નાણાં મંત્રીઓને બજેટ ચર્ચવા આમંત્રણ આપી ગુજરાતના વિકાશ માટેનો પરામર્શ શરુ કર્યો.

36. 1997-98ની વાર્ષિક યોજના રાજ્ય સરકારની દરખાસ્ત પ્રમાણે રૂ.4500 કરોડની મંજુર થઇ.

37. 1997-98ની વાર્ષિક યોજનાનું કદ ત્રણ ગણું વધાર્યું.

38. અંદાજપત્રની યોજનાઓમાં સર્વોચ્ચ અગ્રીમતા-સામાજિક પાયાની સેવાઓ માટે કુલ બજેટના 33% ફાળવણી કરી.

39. કુનેહપૂર્વકના આયોજનથી આવકની-ખર્ચની સમતુલા જાળવીને ગુજરાતને વિકાશની દિશા દોરી.

40. ગુજરાતના વિકાસ માટે ગુજરાતી તજજ્ઞો, નિષ્ણાતોની સક્રિય સેવા અને યોગદાન કાયમી મળી રહે તે માટે “બ્રેઈન સ્ટોર્મિંગ સેમિનાર” ની રચના કરી.

41. બાપુની સરકારે રાજ્યમાં પ્રથમ વાર ગુજરાતની અસ્મિતા સભાની રચના કરી.

42. ગુજરાતની શ્રેષ્ઠતમ ક્ષમતા, જરૂરિયાતો, સુવિધાઓનો દૂરંદેશીભર્યો સર્વગ્રાહી વિચાર કરીને ઇન્ફ્રાસ્ટ્ર્કચર ડેવલમપેન્ટનું લાંબાગાળા આયોજન કર્યું.

43. ગુજરાતના વિકાસ માટે દેશ સૌવ પ્રથમ વાર ” ગુજરાત વિઝન ” રજુ કર્યું .

44. પશ્રિમ ભારતના ચારેય રાજ્યોમાં ગુજરાતે પ્રસ્તુત કરેલો ” ગુજરાત વિઝન – 2012″ નો અભિગમ રજુ કર્યો.

45. ગુજરાતના ખેડૂતોને ખરા મોસમ ટાણે 10 થી 14 કલાક વીજ પુરવઠો પૂરો પડ્યો.

46. પ્રાથમિક શાળા અને વારિગૃહોને વિનામુલ્યે વીજળી પુરી પડી.

47. ગુજરાતની ગ્રામ પંચાયતો, સ્વૈચ્છીક સંસ્થાઓ સંચાલિત વારિગૃહોને વિનામૂલ્યે વીજળી પુરી પાડી.

48. સાડા સાત હોર્સ પવારની મોટર ઉપર કૃષિ વીજ જોડાણોમાં વીજદરોના ભાવ રૂ. 600 થી 500કર્યા.

49. ગુજરાતના પેટાળની કુદરતી ખનીજ સંપત્તિનો ઉપયોગ વીજળી ઉત્પાદન માટે કર્યો .

50. લિગ્નાઇટ આધારિત વીજ મથક કચ્છના પાનન્ધ્રોનું એકમ પ્રજાને સમર્પિત કર્યું .

51. વિકાસના કામોમાં જમીન સંપાદન અવરોધો દૂર કરી પ્રજાકીય સહભાગીદારીનો નવો અભિગમ રજુ કર્યો.

52. બાપુની સરકારે ગામડાઓમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનું બીડું ઝડપ્યું.

53. પીવાના પાણીની યોજનાના અમલીકરણ માટે “ગુજરાત વોટર ડેવલપમેન્ટ ઓથોરિટી ” ની સ્થાપનાનો નિર્ણય કર્યો .

54. બાપુની સરકારે સૌરાષ્ટ્રના પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લવાયો.

55. નર્મદા યોજના માટેના કેનાલના કામો પુરજોશમાં ચાલુ કરાવ્યું અને યુદ્ધ ધોરણે કામો પુરા કરાવવા સંકલ્પ લીધો.

56. સમગ્ર દેશમાં ઔદ્યોગિક મૂડીરોકાણમાં ગુજરાતને અગ્રેસર બનાવ્યું.

57. કુટિર ઉદ્યોગો માટે બેન્કેબલ યોજનામાંથી રૂ. એક લાખની લોન.

58. ઉદ્યોગો વિકાસની હરણ ફાળ સાથે તાલ મિલાવી શકે તે માટે તેવી આંતરમાળખાગત સુવિધાઓ પુરી પડી.

59. પ્રદુષણને ડામવા અંકલેશ્વર ખાતે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શંકરસિંહ બાપુએ પોતાના સ્વહસ્તે કાર્યાન્વિત કર્યો.

60. સૌરાષ્ટ્રની પ્રજાની અન્યાયની લાગણી નિવારવા પહેલીવાર રાજકોટમાં ગુજરાત મંત્રીમંડળની ઔતિહાસિક બેઠક યોજવામાં આવી.

61. બાપુની સરકારે વિશાળ રોજગારીની તકોનું સર્જન કર્યું .

62. મહિલાઓ માટે સરકારી, અર્ધસરકારી અને સરકારી સહાય મેળવતી સંસ્થાઓમાં 30 ટાકા અનામત રાખવાની જાહેરાત કરી.

63. ગુજરાતના 50,000 હજારથી વધારે બેરોજગાર યુવાનોને સુનિશ્ચિત રોજગારી પુરી પડી.

64. જનસંપર્ક કાર્યક્રમ થકી લોકો સાથે સીધો સંવાદ કરીને જમીની હકીકત જાણી અને યોજનાઓ ઘડતા.

65. ગુજરાતના બેકાર યુવાનોને વ્યવસાયી તાલીમલક્ષી કાર્યક્રમો કર્યા.

66. કારીગરો માટે ઔદ્યોગિક કૌશલ્ય નિર્માણનું રોજગાર ફલક વિસ્તૃત બનાવ્યું.

67. નવી 10 આઈ.ટી.આઈ. સંસ્થા ઉભી કરી તાલુકા સ્થળે મીની આઈ.ટી.આઈ. નું આયોજન.

68. આદિવાસી વિસ્તારોમાં નવી ટેક્નિકલ વોકેશનલ ટ્રેઇનિંગ સ્કૂલો સ્થાપી.

69. ગુજરાતને ફક્ત ઔદ્યોગિક ક્ષેત્રે એક નંબરે છે એમ નહિ પણ ગુજરાતને કૃષિ સંશોધન ક્ષેત્રે પણ નંબર એક બનાવ્યું.

70. રંગીન કપાસ, ગુલાબ, જીરું, એરંડો, સુગર વગેરે આનુષંગિક કૃષિ પાકોમાં નવી ટેક્નોલોજીના લાભો ખેડૂત સુધી પોંહચાડીયા.

71. બાપુની સરકારે ગુજરાતની નવી કૃષિનીતિને આખરી ઓપ આપિયો.

72. કપાસના ભાવો નીચા જતા રોકવા “બજાર ઇન્ટરવેન્શન ” કરી કપાસ ખરીદીની વ્યવસ્થા કરી.

73. ગુજરાતના ડુંગરીના ખેડૂતોને “બજાર ઇન્ટરવેન્શન ” દ્વારા સહાય.

74. કાયમી અછતગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે દસથી વધારે ચેક ડેમ બંધાવ્યા.

75. ગુજરાત સહકારી મંડળી અધિનિયમમાં “સમારી પોસીઝર ” દાખલ કર્યા.

76. બાપુની સરકારે સહકરી પ્રવૃત્તિની “ગુજરાત પેટર્ન ” વિકસાવી.

77. રાજ્ય માં પશુ ચિકિત્સા અને પશુ વિજ્ઞાન યુનિવર્સિટીની સ્થાપના કરી.

78. ગુજરાતમાં ડેરીઓને પુનજીવિત કરી અને ગામડાઓમાં નાની-નાની ડેરી ખોલવાનો અભિગમ રજુ કર્યો.

79. ગુજરાતમાં પ્રવાસન વિભાગની જાહેરાત કરી.

80. ગુજરાતના છ પવિત્ર યાત્રાધામોના સર્વાંગી વિકાસ અને ગરિમા જાળવવા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની રચના કરી.

81. ગુજરાતમાં મૂર્તિ પ્રથા વેરો બંધ કર્યો .

82. પાલીતાણાનું ગુજરાતના પવિત્ર તીર્થ તરીકે મોડેલ વિકાસનું આયોજન.

83. પાલીતાણા અને ગિરનાર વિકાસ સમિતિની પન: રચના કરી.

84. ગુજરાતનું “ઈન્ટરનેટ ” સાથે જોડાણ માટે મહત્વની ભૂમિકા ભજવી.

85. ગુજરાતના દરિયાકાંઠે નવા બીચ રિસોર્ટ વિકસાવવાનું આયોજન.

86. સુરતને નેશનલ એરપોર્ટ તરીકે વિકસાવવાના સક્રિય પ્રયાસો કર્યા.

87. ગુજરાતના શિક્ષણમાં સાર્વત્રિક અને આમૂલ પરિવર્તનમાટેનું અભિયાન હાથ ધર્યું.

88. ગુજરાતમાં શિક્ષણ ભરતી ઉપર પાંચ ટકાનો કાપ ઉઠાવી લીધો.

89. પૂર્વ પ્રાથમિક શિક્ષણથી લઇ યુનિવર્સિટી શિક્ષણ તમામ સ્તરે હેતુલક્ષી બનાવવા નીર્ધાર.

90. બંધારણ પ્રેરિત ફરજીયાત શિક્ષણનો જૂન 1997માં વાસ્તવિક રૂપે અમલ કરાવ્યો.

91. ગુજરાતમાં પ્રથમવાર પાંચમા ધોરણથી અંગ્રેજી વિષયના શિક્ષણનો પાયાનો અભ્યાસક્રમ શરુ કરાવ્યો.

92. ધોરણ 1 થી 7ના સરકારી પંચાયતોની પ્રાથમિક શાળાઓના બાળકોને વિનામૂલ્યે 70 લાખ પાઠ્યપુસ્તકોનું વિતરણ કર્યું.

93. ગુજરાતમાં પ્રથમ વાર ડોનેશન પ્રથા પાર પ્રતિબંધ મુક્યો.

94. ધોરણ 1થી 7ના સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોને ગણવેશની ફી પેટે 150 રૂપિયા આપવાનો નિર્ણય લીધો.

95. ગુજરાતના દરેક જિલ્લામાં આંબેડકર ભાવન સ્થાપવાનો નિર્ણય કર્યો.

96. વિદેશમાં અભ્યાસ માટે તેજસ્વી વિદ્યાર્થીને સંપૂર્ણ આર્થિક સહાય આપી.

97. ગુજરાતમાં પ્રથમવાર રિમોટ સેન્સિંગ એન્ડ કોમ્યુનિકેશન સેન્ટર શરુ કરાવવામાં આવ્યું.

98. ઉદ્યોગ, કૃષિ, પાણી, કુદરતી સંપત્તિ, સંશોધન વિકાસ, ગ્રામ વિકાસ માટે ઉપયોગ કરવાની અવકાશ વિજ્ઞાન પ્રવૃત્તિ વિકસાવી.

99. ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણવર્માના નિવાસ સ્થાનને ઔતિહાસિક સ્મારકમાં ફેરવવાનો નિર્ણય લીધો.

100. 70 લાખ અસંગઠિત મજદૂરો માટે આકસ્મિત વીમા યોજનામાં રાજ્ય સરકારે 1.60 કરોડ રૂપિયાનું પ્રિમયમ ભર્યું.

101. ગુજરાતના ગ્રામીણ કામદારોને જીવલેણ રોગોની સારવાર માટે રૂપિયા એક લાખ સુધીની સહાય કરી.

102. ભૂમિહીન ગ્રામીણ ખેતમજૂરો અને ગ્રામ કારીગરોને આવાસો માટે નવી “સરદાર પટેલ આવાસ યોજના ” થકી સહાય કરી.

103. ગુજરાતમાં સૌપ્રથમ વાર “ગુજરાત માટીકામ કલાકારીગરી બોર્ડ ” ની રચના કરી.

104. “કસ્તુરબા આશ્રય” યોજના થકી અસહાય, રીરાધાર, અશક્ત લોકોને લાભ આપી અમલ કરાવ્યો.

105. વિકલાંગ વ્યક્તિઓને “સુદામા ગૌરવ યોજના” હેઠળ વ્યક્તિગત રૂપિયા 200 આર્થિક સહાય, સરકારી નોકરીમાં છૂટછાટો અને વ્યવસાય વેરામાંથી મુક્તિ.

106. નિરાધાર વિધવા બહેનોને મળતા પેન્શન બમણું (રૂ 400)કર્યું વિધવા બહેનના બાળકો સુધી વધારાની (રૂ 80)સહાય.

107. ગુજરાત પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની રચના કરી.

108. બંદરોના ખાનગી સાહસોના મૂડીરોકાણથી વિકાસનું આયોજન અને બંદરોનો સંયુક્ત ક્ષેત્રમાં વિકાસ કર્યો.

109. પીપાવાવ બંદરનો સંયુક્ત ક્ષેત્રે વિકાસ સાધ્યો અને મુખ્ય મંત્રીશ્રીના હસ્તે જેટીની શરૂઆત કરી.

110. દેશમાં પ્રથમવાર બંદરને વિકસાવવા પરદેશ સાથે કરાર કર્યા.

111. રાજ્યમાં કાયદો – વ્યવસ્થા, નાગરિકોની સલામતી – સુરક્ષાને પ્રાથમિકતા આપી.

112. પોલીસદળની પ્રતિભા-નૈતિક જુસ્સો વધારવા કાર્યદક્ષ વિશિષ્ટ કામગીરી કરનારની ઇનામો દ્રારા કદર કરી અને મેડલ અર્પણ કર્યા.

113. પોલીસ તાલીમ આધુનિક ઢબે આપવા કરાઈ ખાતે પોલીસ અકાદમીની રચના કરી.

114. જેલોના આધુનિકરણ, સુધારણા અંગેનો સમયબંદ્ધ કાર્યક્રમ કર્યા.

115. મહિલાઓ સામેના ગુનાઓની તાપસ માટે ખાસ ગુના સંશોધન એકમ ઊભું કરવાનો નિર્ણય.

116. મહિલાઓ અંગેના ગુનાઓની તાપસ વિશ્વસનીય અને ઝડપી બનાવવા મહિલા પોલીસ કેડરની ખાસ ભરતી.

117. દેશનું પ્રથમ મહિલા પોલીસ સ્ટેશન જૂનાગઢમાં ખોલવામાં આવ્યું .

118. દરેક સરકારી નોકરીમાં મહિલાઓમાટે 33 ટકા અનામત અમલમાં મૂકી.

119. મહિલા સુરક્ષા સમિતિ ની પુન; રચના કરાવી અને ત્રસ્ત મહિલાઓના પ્રશ્નો તાકીદે હાથ ધરાયા.

120. “અપની બેટી અપના ધન ” યોજના અમલમાં મૂકી જેમાં પુત્રીના જન્મ સમયે માતાને 500 રૂપિયા તથા પુત્રીને રૂ. 2500 ના ઇન્દિરા વિકાસ પાત્રોની સહાય.

121. “માનવ ગરિમા યોજના” હેઠળ મહિલાઓને સીવણ મશીન ખરીદવા રૂ. 2500ની સહાય આપવામાં આવતી.

122. ગુજરાતમાં મહિલાઓ માટે માર્ગદર્શક કેન્દ્રો ખોલવામાં આવ્યા.

123. રાહત કામો ઉપર એક લાખ લોકોને રોજગારીનું સર્જન કર્યું અને લઘુતમ વેતન માં વધારો કર્યો (રૂ.18નો )

124. અસરકારક વહીવટ માટે ઉચ્ચસ્તરીય ટાસ્કફોર્સ સમિતિની રચના કરી.

125. ગુજરાતમાં કર્મચારીઓ માટે ખાતાકીય તાપસ કામગીરી ઝડપી બનાવી.

126. 50 લાખ રૂપિયા ઉપરની ખરીદી, ટેન્ડેરોને મંજુર કરવા માટે પારદર્શકતા લાવવા અધિકૃત સમિતિઓની રચના કરી.

127. જીવલેણ રોગોથી પીડાતા ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને રૂપિયા એક લાખની તબીબી સહાય સારવારની યોજના.

128. રેશનકાર્ડ ધારકોને કેરોસીન સહીત જીવન આવશ્યક પુરવઠો સમયસર અને સરળતાથી મળે તે માટે “જાહેર વિતરણ ” વ્યવસ્થામાં ક્રાંતિકારી સુધારા કર્યા.

129. ત્વરિત રેશન કાર્ડ યોજનાનો અમલમાં મૂકી.

130. સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ હેઠળ 33 હજાર કુટુંબોને વ્યક્તિલક્ષી યોજના હેઠળ 19.93 કરોડની ફાળવણી કરી.

131. ઇન્દિરા આવાસ યોજના હેઠળ 14,197 મકાનોનું નિર્માણ કર્યું.

132. કચ્છના રણના વિકાસ માટે કાર્યક્રમ માટે 16.49 કરોડની જોગવાઈ કરી.

133. ગુજરાતમાં પ્રથમવાર ગામડાના વિકાસ માટે “આદર્શ ગ્રામ યોજના ” ની શરૂઆત કરી.

134. આદિવાસીઓના વિકાસ માટે 790 કરોડની જોગવાઈ કરી.

135. આદિવાસી વિસ્તારમાં વિસ હાજર વસતી દીઠ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરી.

136. અનુસૂચિત જનજાતિના 3,000 ખેતમજૂરોને ઘરથાળના પ્લોટોનું વિનામૂલ્યે વિતરણ.

137. ગુજરાતના વન વિસ્તારોના પર્યાવરણીય અભ્યાસ માટે નવા પ્રોજેક્ટ અમલમાં મુક્યા.

138. પૂર્વપટ્ટીના આદિવાસીઓ માટે આરોગ્ય કેન્દ્રોની સુવિધાઓ માટે 64 વાહનોની ફાળવણી.

139. મહિલા ઉત્કર્ષ માટે “અપની બેટી અપના ધન” જેવી યોજનાની શરૂઆત કરી.

140. ડાંગના આદિવાસીઓ માટે પાંચ કરોડ રૂપિયાની ખાસ જોગવાઈ.

141. ગુજરાતના મોટા-મોટા શહેરોમાં “રેનબસેરા યોજના ” અમલમાં મૂકી રોજીરોટી માટે આવતા આદિવાસી ઓને રહેવાની સુવિધા પુરી પાડી.

142. ગુજરાતમાં આદિવાસી મહિલાઓ માટે વિનામૂલ્યે વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ.

143. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને રહેવા માટે 10 ડ્રાય હોસ્ટેલ, કોલેજોના વિદ્યાર્થીઓને 500 મેસ એલાઉન્સ ઉપલબ્ધ કરાવ્યું.

144. એમ. ફીલ. / Ph. D ના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલશીપની સહાય કરી.

145. મેડિકલ / એન્જીનીરીંગ સાધનો ખરીદવા રૂ. 1000ની સહાય કરી.

146. ધોરણ 1 થી 7માં ગણવેશ માટે વિદ્યાર્થી દીઠ 150 રૂપિયાની સહાય કરી.

147. આદિવાસીઓના કલ્યાણમાટે પરિણામલક્ષી કાર્યક્રમો યોજ્યા .

148. અનુસૂચિત જાતિના અંગભુત યોજનાઓમાં જંગી વધારો 164 કરોડની રૂપિયાની માતબર જોગવાઈ કરી.

149. બાપુની સરકારમાં 20 નવા છાત્રાલયો, 5 આશ્રમશાળાઓ, 2 નવા સરકારી છાત્રાલયો, 3 સરકારી છાત્રાલયો, 20 બાલ વાટિકા કેન્દ્રોને મંજૂર કર્યા.

150. વિકસતી જાતિઓ માટે 5 આશ્રમશાળા, 30 નવા છાત્રાલયો, 3 સરકારી છાત્રાલયો, 50 બાલ વાટિકા કેન્દ્રોને મંજૂર કર્યા.

151. વિકસતી જાતિના બાળકો માટે 5,61,462 વિદ્યાર્થીઓને રૂપિયા 938 કરોડની શિષ્યવૃતિની સહાય કરી.

152. 400 નવી ST લકઝરી બસ રાજમાર્ગો ફરતી કરાવી.

153. બાપુની સરકારમાં પોલિયો રસીકરણ ઝુંબેશમાં 100% લક્ષ્યાંક સિદ્ધિ.

154. અંદાજપત્રમાં આરોગ્ય સેવાઓ માટે 220 કરોડ રૂપિયાની ફાળવણી કરી.

155. અંતરિયાળ ગામોના લોકોના આરોગ્ય માટે 185 સમૂહ આરોગ્ય કેન્દ્રો, 958 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 7284 પેટા આરોગ્ય કેન્દ્રોનું નેટવર્ક ઉભું કર્યું .

156. 10,00,000 સગર્ભા મહિલાઓને સલામત પ્રસુતિ કીટ્સ નું વિતરણ કર્યું .

157. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને 300 વાહનોની ફાળવણી કરી.

158. નવાં 62 સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં કર્મચારીઓ માટે 1200 સ્ટાફ ક્વાટર્સનું તથા 2500 નવા પેટા કેન્દ્રોના બાંધવાનો મહત્વકાંક્ષી કાર્યક્રમ.

159. ગુજરાતનીસિવિલ હોસ્પિટલ અને તમામ સરકારી હોસ્પિટલની તબીબી સેવાઓનું સ્તર સુધારવાના પગલાં લીધા.

160. ગુજરાતમાં અસરકારક પત્રકારત્વ, તેની તાલીમ અને સંવર્ધન માટે “પ્રેસ એકેડેમી” ની રચના કરી.

161. ગુજરાતમાં પત્રકારત્વના પુરસ્કારોની યોજના વિસ્તૃત કરી.

162. ગુજરાતી ચલચિત્રોને 100% કરમુક્તિ આપી.

163. મનોરંજન કર પદ્ધતિ સરળ બનાવી.

164. દેશમાં પ્રથમવાર ટર્નઓવર ટેક્સ ગુજરાતમાં નાબૂદ કર્યો.

165. રિમોટ સેન્સિંગ એન્ડ કોમ્યુનિકેશન કેન્દ્ર કાર્યવંતિ કર્યું .

166. સરદાર સરોવર પ્રોજેક્ટ માટે પહેલીવાર સૌથી વધુ બજેટ રૂપિયા 945 કરોડની રૂપિયાની ફાળવણી કરી .

167. ગુજરાતમાં નવી 200 ગ્રામપંચાયતના ઘરો બાંધવા જંગી ગ્રાન્ટની ફાળવણી કરી.

168. ગુજરાતમાં પ્રથમવાર છ જિલ્લા તિજોરી કચેરીઓનું કોમ્પ્યુટરાઈઝેશન કરાવ્યું.

Twitter

Facebook