ગુજરાતમાં દારૂબંધીની દંભી નિતીના કારણે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યુ છે : શંકરસિંહ વાઘેલા

ગુજરાતમાં દારૂબંધીની દંભી નિતીના કારણે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યુ છે : શંકરસિંહ વાઘેલા

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વડોદરા  દારૂબંધી હટાવાની માંગ સાથે ભાજપ સરકારને નિશાન બનાવતા આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં દારૂબંધીની દંભી નિતીના કારણે જ આજે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યુ છે. ગુજરાતમં દારૂબંધીથી માત્ર હપ્તા રાજ ચાલતુ હોવાનો પણ આક્ષેપ કરીને સરકારની ઝાટકણી કાઢી હતી. 

વડોદરાની મુલાકાતે આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકારોની સાથે વાતચીતમાં ગુજરાતમાંથી દારૂબંધી દૂર થવી જ જોઇએ તેવી વધુ એક વખત માંગ કરી હતી. સરકારની નીતિની ઝાટકણી કાઢતાં જણાવ્યુ હતુ, તંત્રની આ નીતિના કારણે જ ત્રીસ ત્રીસ વર્ષની વયની પરિવાર ધરાવતી મહિલાઓ વિધવા બની રહી છે. કેમીકલ મિશ્રીત લઠ્ઠો કે હલકી કક્ષાનો દારૂ પી પીને યુવાનો મરી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધીનો અમલ હોવા છતાં પ્રત્યેક એક એક કિલોમીટર વિસ્તારમાં હલકી કક્ષાનો દારૂ મળી રહે છે. તેના મોટો મોટા હપ્તા ચાલી રહ્યા હોય છે. દારૂબંધીના કાયદાનો દૂરૂપયોગ થાય છે, જેના લીધે પ્રતિષ્ઠિત પરિવારોની સામે રાજકીય હીસાબ કીતાબ કરવામાં પણ સરકાર પાછી પાની કરતી નથી. શું ખાવુ, શુ પીવુ તેનો દરેક નાગરીક માલીક છે. આજે ક્ષત્રીય સમાજમાં તો દારૂ પિવો એ સામાન્ય બાબત છે.  ભ્રષ્ટ્રાચારને પોષતી દારૂબંધીની આ નીતિમાં હવે ફેરફાર લાવવાની જરૂરીયાત છે. વિધાનસભામાં કાયદો સુધારી દારૂબંધી દારૂબંધી દૂર કરવાની પણ વાત કરી હતી.

હંમેશા સરકાર સામે આક્રમક વલણ અપનાવતા શંકરસિંહ વાઘેલાએ નવરાત્રીમાં ગરબા પર લાદવામાં આવેલા પ્રતિબંધ અંગે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે નવરાત્રીના ગરબાની સાથે સાથે રાજકીય ચૂંટણીઓના ગરબા પર પણ પ્રતિબંધ મુકવા જોઈએ. પેટા ચૂંટણીમાં પ્રચાર રેલી પર રોક લગાવી જોઈએ તેવી પણ માંગણી કરી હતી. આ પ્રસંગે તેઓની સાથે વડોદરાના પૂર્વ મેયર ડો.રાજેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.  

વધુ વાંચો

Leave a comment