ગુજરાતમાં સરદાર પટેલનું સન્માન કે અપમાન ? શંકરસિંહ વાઘેલાના આ ટ્વીટથી ઊભા થયા સવાલો

ગુજરાતમાં સરદાર પટેલનું સન્માન કે અપમાન ? શંકરસિંહ વાઘેલાના આ ટ્વીટથી ઊભા થયા સવાલો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આજકાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. શંકરસિંહ વાઘેલાએ એક ટ્વીટના માધ્યમથી સરકાર પર પ્રહાર કર્યો છે. શંકરસિંહ વાઘેલાએ સરદારભાઈ પટેલના નિવાસ સ્થાને લઈને સરકાર પર પ્રહાર કર્યા છે.

ચૂંટણી સમયે મહાનુભાવોને યાદ કરવામાં આવે છે પરંતુ બાદમાં તેમને ભૂલી જાય છે. અમદાવાદમાં સરદાર પટેલ ભવનમાં સરદાર સાહેબ 10 વર્ષ સુધી રહ્યા હતા. જે અમદાવાદમાં સરદાર પટેલ ભવનની પરિસ્થિતિ હાલમાં ઘણી ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. જયારે અમારી સરકારે અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર પટેલના નામ પર રાખ્યું હતું ત્યારે ભાજપ દ્વારા તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

જો કે દેશમાં ગુજરાતના કેવડિયા ખાતે દુનિયાની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી (Statue of Unity) સરદાર પટેલની મૂર્તિ બનાવવામાં આવી છે. જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે એક બાજુ અમદાવાદમાં જ્યાં સરદાર ભાઈ પટેલ 10 વર્ષથી જે ભવનમાં રહ્યા હતા તે ભવનની હાલત હાલમાં નિર્દય હાલતમાં પડી છે જેની પર કોઈની નજર પણ નથી પડી રહી જયારે ચૂંટણી આવે ત્યારે જ રાજકીય નેતાઓ વૉટના બહાને આવતા જતા રહે છે. ત્યારબાદ જેને જોવા માટે કોઈ પડખતું પણ નથી. ત્યારે આજે આવી હાલતને લઈને શંકરસિંહ વાઘેલા ટ્વીટના માધ્યમે સરકાર પર પ્રહાર કર્યા છે.

વધુ વાંચો

Leave a comment