જનહિતનો દ્રઢ સંકલ્પ

રાજકારણમાં આવ્યાના પહેલા જ દિવસથી બાપુએ ઉચ્ચ આદર્શો સ્થાપ્યા છે. બાપુ તરીકેનો દબદબો આજે પણ અડીખમ છે.

જનહિતનો દ્રઢ સંકલ્પ

રાજકારણમાં આવ્યાના પહેલા જ દિવસથી બાપુએ ઉચ્ચ આદર્શો સ્થાપ્યા છે. બાપુ તરીકેનો દબદબો આજે પણ અડીખમ છે. મુખ્યમંત્રી તરીકે તેમને જે પરિવર્તનનો પવન ફૂંક્યો છે, તે ક્યારેય ફૂંકાયો નથી અને હવે ફરી ફૂંકાશે તો બાપુ દ્વારા જ. પાર્ટીના હિતમાં અને પ્રજાના હિતમાં લીધેલ તમામ નિર્ણય તેમની સચોટ દીર્ઘદ્રષ્ટિને આધીન છે. આથી જ તેમના નિર્ણયો હંમેશા ધારદાર રહ્યા છે.

ત્રી-પરિમાણીય સિદ્ધાંતો પર કામ કરનારા શ્રેષ્ઠ નેતાઓમાં એક માત્ર નેતા તરીકે પોતાનું વર્ચસ્વ જમાવનાર અને ગુજરાતની પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ લાવનાર નેતાઓમાં બાપુ આજે પણ મોખરે છે. યુવા અવસ્થાથી જ લાગેલો આ રાજકારણનો આ રંગ તેઓ આજની યુવા પેઢી અને કાર્યકર્તાઓ માટે એક આદર્શ ઉદાહરણ રૂપ બની રહ્યો છે.

અને આવી જ વિચારધારાને અનુસરવા માટે ગુજરાતમાં આ પાર્ટીનું સુકાન શંકરસિંહ વાઘેલાજીએ સંભાળ્યું.

રાજકારણમાં આ વાતને બીજી રીતે કહીએ તો માત્ર વોટને કે જાતિના આધારે સફળ નેતૃત્વ કરનાર ઘણા હોય છે, પરંતુ એક ખુલ્લી કિતાબની જેમ મન-કર્મ-વચનમાં પારદર્શકતા રાખીને સફળ થનાર પાર્ટી ઘણીં નહિવત છે.

પોતાના કાર્યકર્તાઓમાં એવા ઉચ્ચ આદર્શો સ્થાપ્યા કે પક્ષના સિદ્ધાંતો અને તેના નિયમોનું એક ઉચ્ચ ધોરણ, દરેક કાર્યકર્તા માટે પ્રાથમિક બની જાય !

રાજકારણમાં પગ મૂક્યાના આરંભ કાળથી જ ઉચ્ચ કક્ષાના આદર્શોને વિકાસની આધારશિલા બનાવનાર બાપુનું નિખાલસ વ્યક્તિત્વ, આજે પણ દરેક કાર્યકર્તાને એ આદર્શોને જીવવા માટે અને લોકો માટે સારામાં સારું કામ કરવાનું પ્રેરણાબળ પૂરું પાડે છે.

નેતા હોય કે પછી કાર્યકર્તા હોય, આવી રીતે દરેકમાં ક્ષમતા અને આવડત જોઈને તેનું મહત્ત્વ સમજી, નાના-મોટા દરેક લોકોનો તેમાં સમાવેશ કરી એક અદ્ભુત દ્રષ્ટાંત લોકો સમક્ષ મુક્યું છે.

જો એક નિશ્ચિત સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને જનહિતનો માર્ગ અપનાવ્યો હોત તો ગુજરાતના દરેક માનવી સુધી ના પહોંચી શકાત. પરંતુ સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને, સિદ્ધાંતમાં સમાધાન અને બાંધછોડ કર્યા વિના, લોકોની સેવા કરવાનું આ અઘરું બીડું બાપુએ હાથમાં લીધું. ઘણી વાર દેશસેવાના હેતુ માટે શરૂ કરેલી કારકિર્દીમાં સત્તાના શિખરે પહોંચ્યા પછી નેતા પોતાના હેતુ ભૂલી જાય છે. માટે હેતુની અસ્પષ્ટતા એ જ અંતે હેતુની નિષ્ફળતામાં પરિણમે છે, પણ બાપુનો સંકલ્પ સુનિશ્ચિત અને દ્રઢ છે.

આ પક્ષ પ્રતિશોધ લેવાની ભાવનાથી નહીં કે પોતાનાં કોઈ માન-પ્રતિષ્ઠા વધારવા માટે નહીં, પરંતુ માત્ર જનહિતના હેતુને સિદ્ધ કરવા માટે જ રચાયો છે.