ટનાટન સરકાર

 1. ગુજરાતના ઘડતરમાં નવો પ્રકાશ પાથરનાર યુગપ્રવર્તક અને પારદર્શક વહીવટની અનુભૂતિ કરાવીને પ્રજાને હિસાબ આપ્યો આચાર,વિચાર અને વ્યવહારનો.
 2. બાપુ ની ટનાટન સરકારમાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું કે જેણે દરેક નાગરિકને માહિતી મેળવવાનો અધિકાર આપીને ખરા અર્થમાં પારદર્શક શાસન આપ્યું. બાદમાં તત્કાલિન પ્રધાનમંત્રી મનમોહનસિંહ જી ની કેબિનેટમાં મંત્રી રહેતા તેઓએ મનમોહનસિંહ જી ને ગુજરાતનું ઉદાહરણ આપતા RTI લાવવા સૂચન કરેલું.
 3. રાજ્યમાં સૌપ્રથમ વાર પ્રજાની સમસ્યાઓના ઝડપી નિકાલ માટે “ત્વરિત ફરિયાદ નિકાલ તંત્ર” જેવી સુવ્યવસ્થિત તંત્રનું નિર્માણ કર્યું.
 4. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું કે જેણે ખેડૂતોને સૌપ્રથમ વાર 14 કલાક વીજળી પહોંચાડી.
 5. ખેડૂતો માટે રાજ્ય સરકારે ડાર્કઝોન ગણાતા વિસ્તારોમાં વીજળીના જોડાણ કર્યા અને ખેડૂતોના પાકનું ઉત્પાદન બમણું કરાવ્યું.
 6. રાજ્યમાં સૌપ્રથમ વાર પ્રાથમિક શાળા અને વારિગૃહોને વિનામૂલ્યે વીજળીની સુવિધા સુવિધા ઉપલબ્ધ કરાવી.
 7. કુટિર જ્યોત યોજના થકી ઝુપડપટ્ટીઓમાં વીજકરણ કર્યું. અને ઘર-ઘર સુધી વીજળી પહોંચાડવાનું બીડું ઝડપ્યું.
 8. પીવાના પાણીની સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવા સૌરાષ્ટ્રમાં નર્મદાની પાઇપલાઈન નાખવાનું કામ આગળ ધપાવ્યું.
 9. ગુજરાતમાં સૌપ્રથમ વાર ઉદ્યોગો માટે આંતરમાળખાંગત સુવિધાઓ પૂરી પાડી. ગુજરાતના GDPમાં વધારો કરાવ્યો.
 10. ગુજરાતમાં સૌ પ્રથમ વાર ઈન્ડેક્ષ-બી માં સિંગલ વિન્ડો સિસ્ટમ શરું કરી. ઉદ્યોગો માટે ઝડપી સવલતો ઉપલબ્ધ કરાવી.
 11. બાપુની સરકાર સૌપ્રથમ વાર ઉદ્યોગો માટે પર્યાવરણ નીતિ સ્પષ્ટ નીતિ બનાવી.
 12. દેશમાં સૌપ્રથમ વાર મહિલાઓ માટે સરકારી,અર્ધસરકારી અને સરકારી સહાય મેળવતી સંસ્થાઓમ 3૩% અનામતની જાહેરાત.
 13. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓ માટે 33% ની જોગવાઈ કરીને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પડ્યું.
 14. ૧,૦0,000 થી વધુ બેરોજગારોને સુનિશ્ચિત રોજગારી તકોનું સર્જન કર્યું અને રોજગારી પૂરી પાડી.
 15. સૌપ્રથમ વાર આદિવાસી વિસ્તારમાં “વોકેશનલ ટ્રેઇનિંગ સ્કૂલો” ની રચના કરીને જીવન ધોરણનું સ્તરમાં સુધાર કર્યો.
 16. કૃષિ સંશોધનમાં સૌપ્રથમ વાર ગુજરાત ઇઝરાયેલની બરોબરી કરી શકે તેવું કૃષિ સંશોધનોનું વૈજ્ઞાનિક ફલક વિકસાવ્યું.
 17. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વાર “તમે તમારો ચેક ડેમ બાંધો” ની નવતર યોજના અમલમાં મૂકી અને ભૂજળના સ્તરમાં વધારો કર્યો.
 18. બાપુની ટનાટન સરકાર સહકારી પ્રવૃત્તિમાં “ગુજરાત પેટર્ન” વિકસાવી. ગુજરાત સહકારી ક્ષેત્રે અગ્રેસર બનાવ્યું.
 19. રાજ્યમાં “પશુ ચિકિત્સા અને પશુ વિજ્ઞાન યુનિવર્સીટી “ની સ્થાપના કરીને પશુપાલન ડેરી ઉદ્યોગમાં ગુજરાતને નંબર વન બનાવ્યું.
 20. દેશમાં સૌપ્રથમ વાર શાળામાં વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવ્યા અને ગુજરાતની શાળાઓમાં શિક્ષણ સ્તર સુધાર્યું.
 21. દેશમાં સૌપ્રથમ વાર પ્રવાસનને “ઉદ્યોગ” તરીકે જાહેર કરી અને ગુજરાતી સાહિત્ય કાળા અને સ્થાપત્યોને આગવી ઓળખ અપાવી.
 22. સાડા સાત હોર્સ પવારની મોટર ઉપર કૃષિ વીજ જોડાણોમાં વીજદરોના ભાવ રૂ. 600 થી 500 કર્યા.
 23. ગુજરાતના પેટાળની કુદરતી ખનીજ સંપત્તિનો ઉપયોગ વીજળી ઉત્પાદન માટે કર્યો .
 24. લિગ્નાઇટ આધારિત વીજ મથક કચ્છના પાનન્ધ્રોનું એકમ પ્રજાને સમર્પિત કર્યું .
 25. પીવાના પાણીની યોજનાના અમલીકરણ માટે “ગુજરાત વોટર ડેવલપમેન્ટ ઓથોરિટી ” ની સ્થાપનાનો નિર્ણય કર્યો .
 26. બાપુની સરકારે સૌરાષ્ટ્રના પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવ્યો.
 27. કુટિર ઉદ્યોગો માટે બેન્કેબલ યોજનામાંથી રૂ. એક લાખની લોન.
 28. પ્રદુષણને ડામવા અંકલેશ્વર ખાતે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શંકરસિંહ બાપુએ પોતાના સ્વહસ્તે કાર્યાન્વિત કર્યો.
 29. કારીગરો માટે ઔદ્યોગિક કૌશલ્ય નિર્માણનું રોજગાર ફલક વિસ્તૃત બનાવ્યું.
 30. ગુજરાતને ફક્ત ઔદ્યોગિક ક્ષેત્રે નંબર. ૧ બનાવ્યું એમ નહિ પણ ગુજરાતને કૃષિ સંશોધન ક્ષેત્રે પણ નંબર.૧ બનાવ્યું.
 31. કાયમી અછતગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે દસથી વધારે ચેક ડેમ બંધાવ્યા.
 32. ગુજરાતના છ પવિત્ર યાત્રાધામોના સર્વાંગી વિકાસ અને ગરિમા જાળવવા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની રચના કરી.
 33. બંધારણ પ્રેરિત ફરજીયાત શિક્ષણનો જૂન 1997માં વાસ્તવિક રૂપે અમલ કરાવ્યો.
 34. ગુજરાતમાં પ્રથમ વાર ડોનેશન પ્રથા પર પ્રતિબંધ મુક્યો.
 35. ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણવર્માના નિવાસ સ્થાનને ઔતિહાસિક સ્મારકમાં ફેરવવાનો નિર્ણય લીધો.
 36. 70 લાખ અસંગઠિત મજદૂરો માટે આકસ્મિત વીમા યોજનામાં રાજ્ય સરકારે 1.60 કરોડ રૂપિયાનું પ્રિમયમ ભર્યું.
 37. ગુજરાતના ગ્રામીણ કામદારોને જીવલેણ રોગોની સારવાર માટે રૂપિયા એક લાખ સુધીની સહાય કરી.
 38. ભૂમિહીન ગ્રામીણ ખેતમજૂરો અને ગ્રામ કારીગરોને આવાસો માટે નવી “સરદાર પટેલ આવાસ યોજના ” થકી સહાય કરી.
 39. બંદરોના ખાનગી સાહસોના મૂડીરોકાણથી વિકાસનું આયોજન અને બંદરોનો સંયુક્ત ક્ષેત્રમાં વિકાસ કર્યો.
 40. પોલીસ તાલીમ આધુનિક ઢબે આપવા કરાઈ ખાતે પોલીસ અકાદમીની રચના કરી.
 41. મહિલાઓ અંગેના ગુનાઓની તાપસ વિશ્વસનીય અને ઝડપી બનાવવા મહિલા પોલીસ કેડરની ખાસ ભરતી.
 42. દેશનું પ્રથમ મહિલા પોલીસ સ્ટેશન જૂનાગઢમાં ખોલવામાં આવ્યું .
 43. “માનવ ગરિમા યોજના” હેઠળ મહિલાઓને સીવણ મશીન ખરીદવા રૂ. 2500ની સહાય આપવામાં આવતી.
 44. 50 લાખ રૂપિયા ઉપરની ખરીદી, ટેન્ડેરોને મંજુર કરવા માટે પારદર્શકતા લાવવા અધિકૃત સમિતિઓની રચના કરી.
 45. જીવલેણ રોગોથી પીડાતા ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને રૂપિયા એક લાખની તબીબી સહાય સારવારની યોજના.
 46. ઇન્દિરા આવાસ યોજના હેઠળ 14,197 મકાનોનું નિર્માણ કર્યું.
 47. આદિવાસીઓ જાતિઓના વિકાસ માટે 790 કરોડની જોગવાઈ કરી.
 48. આદિવાસી વિસ્તારમાં વીસ હજાર વસતી દીઠ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરી.
 49. અનુસૂચિત જનજાતિના 3,000 ખેતમજૂરોને ઘરથાળના પ્લોટોનું વિનામૂલ્યે વિતરણ.
 50. બાપુની સરકારમાં 20 નવા છાત્રાલયો, 5 આશ્રમશાળાઓ, 2 નવા સરકારી છાત્રાલયો, 3 સરકારી છાત્રાલયો, 20 બાલ વાટિકા કેન્દ્રોને મંજૂર કર્યા.
 51. અંતરિયાળ ગામોના લોકોના આરોગ્ય માટે 185 સમૂહ આરોગ્ય કેન્દ્રો, 958 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 7284 પેટા આરોગ્ય કેન્દ્રોનું નેટવર્ક ઉભું કર્યું.
 52. 10,00,000 સગર્ભા મહિલાઓને સલામત પ્રસુતિ કીટ્સ નું વિતરણ કર્યું .
 53. ગુજરાતી ચલચિત્રોને 100% કરમુક્તિ આપી.
 54. દેશમાં પ્રથમવાર ટર્નઓવર ટેક્સ ગુજરાતમાં નાબૂદ કર્યો.
 55. રિમોટ સેન્સિંગ એન્ડ કોમ્યુનિકેશન કેન્દ્ર કાર્યવીંત કર્યું .