Category: સમાચાર કવરેજ

બાપા’ના સંઘશિષ્ય ‘બાપુ’એ ગળગળા થઈને કહ્યું: ‘કેશુભાઈ ભોળા હતા, તેમના ખભે બેસનારા આજે દિલ્હી-ગાંધીનગરની ગાદીએ છે, તેમને CMપદેથી હટાવવાનું મને દુ:ખ’

બાપા’ના સંઘશિષ્ય ‘બાપુ’એ ગળગળા થઈને કહ્યું: ‘કેશુભાઈ ભોળા હતા, તેમના ખભે બેસનારા આજે દિલ્હી-ગાંધીનગરની ગાદીએ છે, તેમને CMપદેથી હટાવવાનું મને દુ:ખ’

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું આજે 92 વર્ષની વયે નિધન થયું છે. સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. શોકની ઘડીએ દિવ્ય ભાસ્કરે કેશુભાઈ પટેલના એક સમયના સાથી અને બાદમાં રાજકીય હરીફ બનેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે વાત કરી હતી. કેશુભાઈએ 11.55 વાગ્યે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિવ્ય ભાસ્કરના એડિટર મનીષ મહેતાએ 12.30 વાગ્યે કેશુભાઈના સંઘશિષ્ય શંકરસિંહ સાથે વાત કરી હતી. જૂના સાથીને ગુમાવવાનું દુ:ખ શંકરસિંહના અવાજમાં વર્તાતું હતું. ફોન પર વાત શરૂ કરતાં પહેલાં શંકરસિંહ બે મિનિટ તો કંઈ બોલી જ નહોતા શક્યા. ધીમે ધીમે તેમણે જૂના સાથી સાથેનાં સંસ્મરણો વાગોળવાનું શરૂ કર્યું હતું. વચ્ચે વચ્ચે તેઓ ભાવુક બનીને વાત કરતાં અટકી જતા હતા.

માનનીય કેશુભાઈ પટેલ આપણી વચ્ચે નથી રહ્યા. હમણાં જ તેમના દુ:ખદ નિધનના સમાચાર મળ્યા. અમારે છેલ્લાં 52-54 વર્ષના સંબંધો હતા. આ પક્ષમાં કે પેલા પક્ષમાં, હોદ્દા પર હોય કે વિપક્ષમાં હોય, જ્યાં હોય ત્યાં, અમારે દુ:ખે દુ:ખી અને સુખે સુખીના સંબંધો હતા. કેશુભાઈ પટેલ સાથે પારિવારિક સંબંધો પણ હતા. મારા બાપુને તેમના ઘરે જવાની છૂટ હતી. કેશુભાઈ ગાંધીનગરમાં ભેંસ રાખીને રહેતા હતા. તેમનાં પત્ની લીલાબા જે વહેલાં સ્વર્ગવાસી થઈ ગયાં. તેમને ક્યારેક ઘાસની જરૂર પડે કે બાજરો ખાવાની ઈચ્છા થાય તો મારા બાપુજી વ્યવસ્થા કરતા.

કેશુભાઈ ભલે પોતે બહુ શિક્ષિત નહોતા, પણ દીર્ઘદ્રષ્ટા અને કોઠાસૂઝવાળા હતા. તેઓ માર્ગદર્શક પણ કાર્યકર્તાઓને આપતા હતા. તેમણે ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર, ખેડૂત અને ખેતી માટે ખૂબ કામ કર્યું હતું. તેમણે નર્મદાના પ્રશ્નને એક પ્રેસ્ટીજ ઇશ્યુ બનાવ્યો હતો. તેઓ માનતા કે આનો ઉકેલ આવવો જોઈએ. આ રીતે તેમણે ગુજરાતને નર્મદાની દેન આપી હતી. ગામડાં માટે ‘ગોકુળ ગ્રામ’ની યોજના દાખલ કરેલી. કોઠાસૂઝવાળા કેશુભાઈ કાર્યકર્તાઓને પ્રેમથી સાચવતા.

વધુ વાંચો

શંકરસિંહ વાઘેલાએ કરી જાહેરાત, ખેડૂતોના સમર્થનમાં કરશે આમરણાંત ઉપવાસ

શંકરસિંહ વાઘેલાએ કરી જાહેરાત, ખેડૂતોના સમર્થનમાં કરશે આમરણાંત ઉપવાસ

નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન રવિવારે 25માં દિવસમાં પ્રવેશી ચૂક્યું છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂતોના આંદોલનને સમર્થન જાહેર કરતા મોટું એલાન કર્યું છે. તેમણે ખેડૂત આંદોલનના સમર્થનમાં આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.

હકીકતમાં, શંકરસિંહ વાઘેલાનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તેમણે ખેડૂત આંદોલનના સમર્થનમાં આમરણાંત ઉપવાસ કરવાનું એલાન કર્યું છે. વાઘેલાએ ટ્વીટ કર્યું કે, ‘વાજપેયીની જન્મતિથિ 25 ડિસેમ્બર સુધી સરકાર ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો હું દિલ્હીના રાજઘાટ ખાતે આમરણાંત ઉપવાસ પર ઉતરીશ. જો આ કાયદો રહેશે તો ખેડૂતો મરશે. ખેડૂતોને જીવતા રાખવા હોય તો કૃષિ કાયદાને મારવો પડશે.’

ઉલ્લેખનીય છે કે, નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ શરૂ કરેલું આ આંદોલન ધીમે-ધીમે દેશભરમાં આગ પકડી રહ્યું છે. મોદી સરકાર પણ આંદોલનને શાંત પાડવા અને ખેડૂતોને સમજાવવા સતત પ્રયાસો કરી રહી છે. પીએમ મોદીએ તો પોતાના કચ્છના પ્રવાસ દરમિયાન પંજાબી પ્રતિનિધિ મંડળને મળીને એક રીતે ખેડૂતોને સંદેશ આપવા પ્રયાસ કર્યો હતો કે, સરકાર તેમની વાત સાંભળી રહી છે. પીએમ મોદી છેલ્લા કેટલાક દિવસોમાં લગભગ પોતાના દરેક ભાષણમાં ખેડૂત આંદોલનને સરકાર વિરોધી પક્ષોનું ષડયંત્ર જણાવતા રહ્યા છે.

શંકરસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણના ‘બાપુ’ કેવી રીતે બન્યા?

શંકરસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણના ‘બાપુ’ કેવી રીતે બન્યા?

ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા જેવી રાજકીય કારકિર્દી ધરાવતા રાજકારણી કદાચ નહીં હોય.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી લઈને એનસીપી સુધીની તેમની લગભગ 50 વર્ષની કારકિર્દીના પડદા પર બળવો અને રિસામણાના કેટલાય નાટકીય ઍપિસોડ આવ્યા અને જતા રહ્યા.

રાજ્યમાં ચૂંટણી આવે ત્યારે શંકરસિંહ વાઘેલાનું રિસાઈ જવું જાણે કે રિવાજ રહ્યો છે.

ભાજપમાં હોય કે કૉંગ્રેસમાં અને એ પછી એનસીપીમાં, ગુજરાતના રાજનેતાઓમાં રિસાઈ જવાનો રેકર્ડ તો ‘બાપુ’ના નામે જ છે.

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા કોરોનાની ઝપેટમાં આવ્યા, ત્યાર પહેલાં જ તેમણે રાષ્ટ્રવાદી કૉંગ્રસ પાર્ટી (એનસીપી)માંથી રાજીનામું આપ્યું હતું.

તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં જેની સાથે તેમણે છેડો ફાડ્યો હોય એવી આ ચોથી રાજકીય પાર્ટી હતી.

જોકે ત્યાર પછી તેમણે પોતાનો ઇરાદો સ્પષ્ટ કર્યો હતો કે તેઓ નિવૃત્તિ લેવાના નથી.

પોતાને ‘ઓલ્ડ વાઇન’ ગણાવનાર શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટર્વ્યૂની ક્લિપિંગ ટ્વિટર પર પોસ્ટ કરી જેમાં તેમણે કહ્યું કે તેમનું એકમાત્ર લક્ષ્ય 2022માં ભાજપને ગુજરાતમાંથી બહાર કરવાનું છે.

વધુ વાંચો

મારી સરકાર આવશે તો તુરંત જ આ દારૂબંધીનું નાટક બંધ કરવામાં આવશે-શંકરસિંહ વાઘેલા

મારી સરકાર આવશે તો તુરંત જ આ દારૂબંધીનું નાટક બંધ કરવામાં આવશે-શંકરસિંહ વાઘેલા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર રાજ્યમાંથી દારૂબંધી દૂર કરવાની વાત કરી છે. રાજ્યના સીનિયર નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને જણાવ્યુ હતું કે, ગુજરાતમાં દારૂબંધી નથી, દારૂ બધે છે. આ સાથે જ તેમણે રાજ્યમાં વેચાતા ઝેરી દારૂ મુદ્દે સરકાર પર આરોપ લગાવ્યો હતો. અને પોતાની સરકાર આવવા પર રાજ્યમાંથી દારૂબંધી હટાવી લેવાની વાત કરી.

શંકરસિંહ વાઘેલા પોતાની પોસ્ટમાં લખે છે કે, ‘ગુજરાતમાં દારૂબંધી નથી, દારૂ બધે છે! નામ માત્રની દારૂબંધી સરકાર માટે ભ્રષ્ટાચારનો મોટો હથિયાર બની ગયો છે અને બ્લેકમાં વેચાતા જીવલેણ ડુપ્લીકેટ દારૂને કારણે અત્યાર સુધીમાં 35 વર્ષથી નીચેના લાખો બહેનો વિધવા થયા છે અને જે રૂપિયા સરકારની તિજોરીમાં આવવા જોઈએ તે બ્લેક મની સ્વરૂપે અસામાજિક તત્વો, બૂટલેગરો અને સરકારના પાર્ટી ફંડમાં જાય છે! આ સાથે તેઓ વધુમાં લખે છે, જો મારી સરકાર આવશે તો તુરંત જ આ દારૂબંધીનું નાટક બંધ કરવામાં આવશે.’

આ પહેલા શંકરસિંહે ગઈકાલે નવસારીની મુલાકાત દરમિયાન પણ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, ગુજરાતમાં દર એક કિલોમીટરે દારૂ મળે છે. ગાંધી, સરદારના નામે બહું થયું હવે દારૂબંધી હટાવવીએ સમયની માંગ છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, દમણ, સેલવાસ અને દીવ ન જઈને પોતાના ઘરે શાંતિથી બેસીને દારૂ પીવાય તેવું વાતાવરણ બને તે જરૂરી છે. આમ તેમણે ગુજરાતમાંથી દારૂબંધીને હટાવી લેવાની માગણી કરી હતી.

વધુ વાંચો

ગુજરાતમાં દારૂબંધીની દંભી નિતીના કારણે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યુ છે : શંકરસિંહ વાઘેલા

ગુજરાતમાં દારૂબંધીની દંભી નિતીના કારણે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યુ છે : શંકરસિંહ વાઘેલા

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વડોદરા  દારૂબંધી હટાવાની માંગ સાથે ભાજપ સરકારને નિશાન બનાવતા આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં દારૂબંધીની દંભી નિતીના કારણે જ આજે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યુ છે. ગુજરાતમં દારૂબંધીથી માત્ર હપ્તા રાજ ચાલતુ હોવાનો પણ આક્ષેપ કરીને સરકારની ઝાટકણી કાઢી હતી. 

વડોદરાની મુલાકાતે આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકારોની સાથે વાતચીતમાં ગુજરાતમાંથી દારૂબંધી દૂર થવી જ જોઇએ તેવી વધુ એક વખત માંગ કરી હતી. સરકારની નીતિની ઝાટકણી કાઢતાં જણાવ્યુ હતુ, તંત્રની આ નીતિના કારણે જ ત્રીસ ત્રીસ વર્ષની વયની પરિવાર ધરાવતી મહિલાઓ વિધવા બની રહી છે. કેમીકલ મિશ્રીત લઠ્ઠો કે હલકી કક્ષાનો દારૂ પી પીને યુવાનો મરી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધીનો અમલ હોવા છતાં પ્રત્યેક એક એક કિલોમીટર વિસ્તારમાં હલકી કક્ષાનો દારૂ મળી રહે છે. તેના મોટો મોટા હપ્તા ચાલી રહ્યા હોય છે. દારૂબંધીના કાયદાનો દૂરૂપયોગ થાય છે, જેના લીધે પ્રતિષ્ઠિત પરિવારોની સામે રાજકીય હીસાબ કીતાબ કરવામાં પણ સરકાર પાછી પાની કરતી નથી. શું ખાવુ, શુ પીવુ તેનો દરેક નાગરીક માલીક છે. આજે ક્ષત્રીય સમાજમાં તો દારૂ પિવો એ સામાન્ય બાબત છે.  ભ્રષ્ટ્રાચારને પોષતી દારૂબંધીની આ નીતિમાં હવે ફેરફાર લાવવાની જરૂરીયાત છે. વિધાનસભામાં કાયદો સુધારી દારૂબંધી દારૂબંધી દૂર કરવાની પણ વાત કરી હતી.

હંમેશા સરકાર સામે આક્રમક વલણ અપનાવતા શંકરસિંહ વાઘેલાએ નવરાત્રીમાં ગરબા પર લાદવામાં આવેલા પ્રતિબંધ અંગે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે નવરાત્રીના ગરબાની સાથે સાથે રાજકીય ચૂંટણીઓના ગરબા પર પણ પ્રતિબંધ મુકવા જોઈએ. પેટા ચૂંટણીમાં પ્રચાર રેલી પર રોક લગાવી જોઈએ તેવી પણ માંગણી કરી હતી. આ પ્રસંગે તેઓની સાથે વડોદરાના પૂર્વ મેયર ડો.રાજેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.  

વધુ વાંચો

ગુજરાતમાં સરદાર પટેલનું સન્માન કે અપમાન ? શંકરસિંહ વાઘેલાના આ ટ્વીટથી ઊભા થયા સવાલો

ગુજરાતમાં સરદાર પટેલનું સન્માન કે અપમાન ? શંકરસિંહ વાઘેલાના આ ટ્વીટથી ઊભા થયા સવાલો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આજકાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. શંકરસિંહ વાઘેલાએ એક ટ્વીટના માધ્યમથી સરકાર પર પ્રહાર કર્યો છે. શંકરસિંહ વાઘેલાએ સરદારભાઈ પટેલના નિવાસ સ્થાને લઈને સરકાર પર પ્રહાર કર્યા છે.

ચૂંટણી સમયે મહાનુભાવોને યાદ કરવામાં આવે છે પરંતુ બાદમાં તેમને ભૂલી જાય છે. અમદાવાદમાં સરદાર પટેલ ભવનમાં સરદાર સાહેબ 10 વર્ષ સુધી રહ્યા હતા. જે અમદાવાદમાં સરદાર પટેલ ભવનની પરિસ્થિતિ હાલમાં ઘણી ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. જયારે અમારી સરકારે અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર પટેલના નામ પર રાખ્યું હતું ત્યારે ભાજપ દ્વારા તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

જો કે દેશમાં ગુજરાતના કેવડિયા ખાતે દુનિયાની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી (Statue of Unity) સરદાર પટેલની મૂર્તિ બનાવવામાં આવી છે. જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે એક બાજુ અમદાવાદમાં જ્યાં સરદાર ભાઈ પટેલ 10 વર્ષથી જે ભવનમાં રહ્યા હતા તે ભવનની હાલત હાલમાં નિર્દય હાલતમાં પડી છે જેની પર કોઈની નજર પણ નથી પડી રહી જયારે ચૂંટણી આવે ત્યારે જ રાજકીય નેતાઓ વૉટના બહાને આવતા જતા રહે છે. ત્યારબાદ જેને જોવા માટે કોઈ પડખતું પણ નથી. ત્યારે આજે આવી હાલતને લઈને શંકરસિંહ વાઘેલા ટ્વીટના માધ્યમે સરકાર પર પ્રહાર કર્યા છે.

વધુ વાંચો

પ્રાઇવેટ સ્કૂલોનું ઓનલાઈન શિક્ષણ બંધ થતાં શંકરસિંહ વાઘેલા આવ્યા સમર્થનમાં – જાણો શું કહ્યું.

પ્રાઇવેટ સ્કૂલોનું ઓનલાઈન શિક્ષણ બંધ થતાં શંકરસિંહ વાઘેલા આવ્યા સમર્થનમાં – જાણો શું કહ્યું.

આપના બધાની જાણકારી મુજબ પ્રાઇવેટ સ્કૂલોનું ઓનલાઈન શિક્ષણ બંધ થઈ ગયું છે. ત્યારે એવામાં શંકરસિંહ વાઘેલા આવ્યા સમર્થનમાં – જાણો શું કહ્યું.

સરકાર દ્વારા પ્રાઈવેટ સ્કૂલોમાં કોઈપણ પ્રકારની ફી ના ઊઘરાવવાં બાબતના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે હવે પ્રાઇવેટ સ્કૂલો વાડાએ ઓનલાઇન શિક્ષણ આપવાની મનાઈ કરી દીધી છે.

પ્રાઇવેટ સ્કૂલો વાળાએ ઓનલાઇન શિક્ષણ આપવાની મનાઈ કરી દીધી ત્યારબાદ રાજયસરકાર એવું કહેવા માગે છે કે બાળકોને ઓનલાઇન શિક્ષણની સેવા અમે પૂરી પાડીશું. આવા સમાચાર મળતાની સાથે શંકરસિંહ વાઘેલાએ પોતાનું સમર્થન આપ્યું છે.

હાલમાં હાઇકોર્ટ દ્વારા જે નિયમ લાગવામાં આવ્યો છે કે વાલીઓ એ કોઈ પણ જાતની ફી ફરવી નહી ત્યારે પ્રાઇવેટ સ્કૂલો વાળાએ ઓનલાઇન શિક્ષણ આપવાની મનાઈ કરી દીધી. તેને કહ્યું ફી નહી તો શિક્ષણ પણ નહી. એવામાં શંકરસિંહ વાઘેલાએ પોતાનું સમર્થન આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ દ્વારા કહેવામા આવ્યું કે 6 મહિનાથી પ્રાઇવેટ સ્કૂલો વાળા શિક્ષકોને 6 માસનો પગાર આપવામાં આવ્યો નથી. અને શંકરસિંહ વાઘેલાનું એવું પણ કહેવું છે કે સરકાર દ્વારા આ બધા જ કર્મચારીઓ માટે ફંડ ઊભું કરવું જોઈએ કેમકે ઘણા શિક્ષકોની ફરિયાદ છે કે છેલ્લા ઘણા મહિનાઓથી પગાર ના મળતા પરિવારનું ગુજરાન ચલાવવું અઘરું બન્યું છે ત્યારે સરકારે આવા કર્મચારીઓના હિતમાં એક ફંડ ઉભુ કરી સંસ્થાઓને પગાર અપાવવા સહાય કરવી જોઈએ.

વધુ વાંચો

સિંહ ઘરડો થયો પણ ત્રાડ પાવરફુલ– શંકરસિંહ એક્ટિવ કેમ થયા? કોના પેટમાં તેલ રેડાયું છે.

સિંહ ઘરડો થયો પણ ત્રાડ પાવરફુલ– શંકરસિંહ એક્ટિવ કેમ થયા? કોના પેટમાં તેલ રેડાયું છે.

ગાંધીનગર – ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એક્ટિવ થયાં છે અને જોખમી રીતે હોસ્પિટલોમાં ફરી રહ્યાં છે. તેઓ દર્દીઓને મદદ કરવા પણ આગળ આવી રહ્યાં છે. તેમનો પ્લાન શું છે તેની ભાજપના પ્રદેશ નેતાઓ પણ છાનબીન કરી રહ્યાં છે. શું શંકરસિંહ ફરીથી કોંગ્રેસમાં જવાની તૈયારી કરી રહ્યાં છે. શું તેઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં એનસીપીને મોટાપાયે મેદાનમાં ઉતારવાની યોજના બનાવી રહ્યાં છે. તેઓ કોરોના સંક્રમણના સમયે એક્ટિવ કેમ થયાં છે.. આવા અનેક પ્રશ્નો પૂછાઇ રહ્યાં છે.

1995 અને 1996માં ભાજપની બે સરકારોને ઉથલાવીને મુખ્યમંત્રી બનેલા શંકરસિંહ વાઘેલાએ તેમના શાસનમાં બોલ્ડ નિર્ણયો લઇને કોંગ્રેસની સાથે ભાજપના નેતાઓને ચોંકાવી દીધા હતા. જો તેઓ ગુજરાતમાં પાવરફુલ થયાં તો આપણું અસ્તિત્વ જોખમાશે તેવું બન્ને પાર્ટીના નેતાઓને લાગતું હતું તેથી તેમની સરકારને પાડવામાં બન્ને પાર્ટીના પ્રદેશ નેતાઓ એક થઇ ગયા હતા.

સરકાર મારી જૂતે મારી… શંકરસિંહ કહે એ જીઆર… હું કહું તેમ થવું જોઇએ.. આ તેમની સરકારના લોકપ્રિય વાક્યો હતા. ગુજરાતમાં બોલ્ડ સરકાર આપનારા તેઓ ચીમનભાઇ પટેલ પછી બીજા મુખ્યમંત્રી હતા. રાજ્યમાં સંજોગોએ જેમને સીએમ બનાવ્યા હતા તેવા નેતાઓ બોલ્ડ નિર્ણયો લઇ શકતા ન હતા. આજે પણ એવા નેતા બોલ્ડ નિર્ણયો લેતા નથી.

ગુજરાતમાં માધવસિંહ પછી અમરસિંહ ચૌધરી, ચીમનભાઇ પટેલ પછી છબીલદાસ મહેતા, કેશુભાઇ પછી સુરેશ મહેતા, શંકરસિંહ પછી દિલી પરીખ, નરેન્દ્ર મોદી પછી આનંદીબહેન પટેલ અને હવે વિજય રૂપાણી એ કેન્દ્રીય મોવડીમંડળને આધિન છે. ઉપર પૂછ્યા વિના આ નેતાઓ પાણી પણ પી શક્યા નથી.

વધુ વાંચો

ખેડૂત આંદોલન: સરકાર કાયદા અદાણી અંબાણી માટે બનાવી રહી છે, સુભાષબ્રિજથી દિલ્હી કુચ શરૂ કરીશું: શંકરસિંહ વાઘેલા

ખેડૂત આંદોલન: સરકાર કાયદા અદાણી અંબાણી માટે બનાવી રહી છે, સુભાષબ્રિજથી દિલ્હી કુચ શરૂ કરીશું: શંકરસિંહ વાઘેલા

ખેડૂત આંદોલન ;સરકાર કાયદા અદાણી અંબાણી માટે બનાવી રહી છે, સુભાષબ્રિજથી ચાલો દિલ્હી કુચ શરૂ કરીશું: શંકરસિંહ વાઘેલા

આજે શંકરસિંહ વાઘેલા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી જેમાં ખેડુત આંદોલન અંગે ખાસ માહિતી આપી હતી અને તેઓએ આ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. જેમાં તેઓએ લોકસભા અને રાજ્યસભામાં વોઇસ વોટથી બિલ પાસ કર્યું અને એને રાષ્ટ્રપતિના સહી સિક્કા કરી કાયદાનું સ્વરૂપ આપ્યાનો આક્ષેપ કર્યો હતો. પંજાબ અને હરિયાણામાંથી ખેડૂતોનો વિરોધ નોંધવાનો શરૂ થયો છે. . સરકારની દાનત MSP આપવાની નથી ખેડૂત ભલે બજારમાં લૂંટાય. બીજેપી વિરોધમાં હતી ત્યારે MSPની માગ કરતી હતી. સરકાર અદાણી અને અંબાણીના દબાણમાં આવી છે. 30 જેટલા ખેડૂતો શહિદ થયાં છે અને સરકાર કાયદા અદાણી અંબાણી માટે બનાવી રહી છે. 2014માં અદાણી અને અંબાણીની મહેરબાનીથી ભાજપ સરકાર બની છે. અમદાવાદ પોલીસ કમિશનર મજૂરી માંગી છે અને સુભાષબ્રિજથી ચાલો દિલ્હી કુચ શરૂ કરવાની વાત કરી છે!સાથે માંગણી નહિ સ્વિકારાય તો દિલ્હી રાજઘાટ ખાતે અનિશ્ચિતકાળ માટે ઉપવાસ પર ઉતરવાની પણ જાહેરાત કરી છે

વધુ વાંચો